Ezekiel 47:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે એક હજાર હાથ અંતર માપ્યું, ત્યાં એક નદી હતી હું તેમાં થઈને જઈ શકતો ન હતો, તે ઘણી ઊંડી હતી. તેમાં તરી શકાય નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે બીજા પાંચસો મીટર માપ્યા અને ત્યાં પાણી એટલું ઊડું હતું કે હું પાણીમાં ચાલી ન શક્યો. ત્યાં તર્યા વગર સામે કાંઠે જઈ શકાય તેમ નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે એક હજાર [હાથ] માપ્યું. ત્યાં તો તે નદી એવી [ઊંડી] હતી કે, હું તેમાં થઈને જઈ શકું નહિ, કેમ કે પાણી વધીને કુબામણાં થઈ ગયાં હતાં, ને નદી પાર ઉતરાય એવી નહોતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા 1,000 હાથ અંતર માપ્યું. હવે તે પાણી નદીમાં ફેરવાઇ ગયા હતાં, પાણી એટલાં ઊંડા હતાં કે તેમાં તરી શકાય. કોઇ ચાલીને સામે કિનારે જઇ શકે નહિ.