Ezekiel 47:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસે મને કહ્યું, "આ પાણી પૂર્વ તરફના પ્રદેશમાં અને નીચે આરાબાહ સુધી જશે; તે પાણી વહીને ખારા સમુદ્રમાં જશે અને તેનાં પાણી મીઠાં થઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મને કહ્યું, “આ પાણી અહીંથી પૂર્વ તરફ વહીને યરદનની ખીણમાં પડે છે અને છેવટે એ મૃતસમુદ્રમાં જઈને મળે છે. જ્યારે તે મૃતસમુદ્રને મળશે ત્યારે તેનાં ખારાં પાણીને મીઠાં પાણી બનાવી દેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે તેણે મને કહ્યું, “આ પાણી [અહીંથી] નીકળીને પૂર્વના પ્રદેશ તરફ વહે છે, ને નીચે જઈને અરાબાહમાં પડશે; અને તે સમુદ્ર તરફ જશે. વહેતા [પાણી] સમુદ્રમાં જશે; અને તેનાં પાણી મીઠાં થઈ જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મને કહ્યું, “આ પાણી પૂર્વમાં વહેતું યર્દનકાંઠા સુધી જાય છે અને આખરે એ મૃતસરોવરને જઇને મળે છે. એ જ્યારે મૃતસરોવરને જઇને મળે છે ત્યારે તેના પાણીને મીઠું બનાવી દે છે.