Ezekiel 48:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાકી રહેલી ભૂમિ પચાસ હજાર હાથ પહોળી અને પચીસ હજાર હાથ લાંબી છે, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે; તેની મધ્યમાં શહેર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વિશિષ્ટ ભૂમિવિસ્તારનો બાકી રહેલો સાડાબાર કિલોમીટર લાંબો અને અઢી કિલોમીટર પહોળો ભાગ નગર, વસ્તી અને પાદરને માટે સુરક્ષિત રહે. નગર તેની મધ્યમાં હોય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી પચીસ હજારની આગળ જે પાંચ હજાર દંડ પહોળાઈ બાકી રહે છે તે સામાન્ય ઉપયોગને સારુ નગરને માટે, વસતિને માટે તથા પાદરોને માટે થાય અને નગર તેની મધ્યે આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“બાકી રહેલો 5,000 હાથ પહોળો અને 25,000 હાથ લાંબો ટુકડો પવિત્ર નથી, પણ લોકોના સામાન્ય ઉપયોગ માટે છે. લોકો ત્યાં રહે અને જમીનનો ઉપયોગ કરે. એની મધ્યમાં શહેર આવી શકે.