Ezekiel 48:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદિયાની સરહદની લગોલગ પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તમારે અર્પણ કરવો; તે પચીસ હજાર હાથ પહોળો હતો. તેની લંબાઈ વંશજોને આપેલા ભાગ જેટલી પૂર્વથી તે પશ્ચિમ તરફ લાંબી હશે. તેની મધ્યમાં સભાસ્થાન આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યહૂદાની ભૂમિવિસ્તારને અડીને આવેલો પૂર્વથી પશ્ર્વિમ સુધીનો ભાગ પવિત્ર છે. તે સાડા બાર કિલોમીટર પહોળો અને પૂર્વથી પશ્ર્વિમ સુધી કોઈપણ એક કુળના ભૂમિક્ષેત્ર જેટલી લંબાઈનો હશે. મંદિર તેની મધ્યમાં હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહૂદાની સરહદને અડીને પૂર્વ બાજુથી તે પશ્ચિમ બાજુ સુધી [ની ભૂમિનું] તો તમારે અર્પણ કરવું, તેની પહોળાઈ પચીસ હજાર [દંડ] હોય, ને તે લંબાઈમાં, પૂર્વ બાજૂથી તે પશ્ચિમ બાજુ સુધી, [ઉપલા] ભાગોમાંના એકના જેટલી હોય; પવિત્રસ્થાન તેની મધ્યે આવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“એ પછીનો પૂર્વથી પશ્ચિમ સુધીનો ભાગ તે પવિત્ર ભૂમિ છે. એ 25,000 હાથ પહોળી અને વંશજોને આપેલા ભાગ જેટલી જ પૂર્વ પશ્ચિમ લાંબી હશે. એની મધ્યમાં મંદિર આવશે.