Ezekiel 5:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે મનુષ્ય પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર તું લે. અને તેને તારા માથા પર અને તારી દાઢી પર ફેરવ, પછી ત્રાજવાથી વજન કરીને તારા વાળના ભાગ પાડ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર લે અને તેનાથી તારું માથું અને તારી દાઢી મૂંડ. પછી ત્રાજવાં લઈ વાળ તોળીને તેના ત્રણ સરખા ભાગ પાડ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે, મનુષ્યપુત્ર, એક હજામના અસ્ત્રા જેવી તીક્ષ્ણ તરવાર તું લે, ને તે લઈને તું તેને તારા માથા પર તથા તારી દાઢી પર ફેરવ; પછી ત્રાજવા લઈને વાળ તોડીને તેના ભાગ પાડ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, હજામના અસ્ત્રા જેવી ધારદાર તરવાર લઇ તારુ માથું અને દાઢી મૂંડી નાખ. પછી ત્રાજવા લઇને તેં ઉતારેલા વાળના ત્રણ સરખા ભાગ કર.