Ezekiel 5:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે તમારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, દીકરો પોતાના પિતાને ખાશે; હું તારા પર ન્યાયશાસનનો અમલ કરીશ અને તારા બાકી રહેલા સર્વને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તારામાં વસતાં માબાપ પોતાનાં બાળકોને ખાશે અને બાળકો પોતાનાં માબાપોને ખાશે. હું તને સજા કરીશ અને તારા બચી ગયેલાંને ચારે દિશામાં વિખેરી નાખીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ કારણથી તારા લોકોમાં પિતા પોતાના દીકરાને ખાશે, ને દીકરા પોતાના પિતાને ખાશે; અને હું તારા લોકોમાં ન્યાયશાસનનો અમલ કરીશ, ને તારા બાકી રહેલા સર્વને ચારે દિશાએ વિખેરી નાખીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરિણામે તમારા લોકોમાં પિતા પોતાના પુત્રને ખાશે, ને પુત્ર પોતાના પિતાને ખાશે; હું તમને સજા કરીશ અને તમારા જે વતનીઓ બચવા પામ્યા હશે તેમને હું ચારે દિશાઓમાં વેરવિખેર કરી નાખીશ.”