Ezekiel 5:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓ કરતાં વધારે બંડ અને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના મારા દેશો કરતા વધારે બંડ કર્યું છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને લોકો મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એણે તો દુરાચાર કરીને એ દેશોની બધી પ્રજાઓ કરતાં મારાં ફરમાનો અને હુકમો વિરુદ્ધ વિશેષ બંડ કર્યું છે. તેણે મારાં ફરમાનો ફગાવી દીધાં છે અને તે મારા હુકમો પ્રમાણે ચાલી નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમ દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતાં વધારે બંડ, ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતાં વધારે બંડ કર્યું છે; કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે, ને મારે વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ એ તેની આજુબાજુની પ્રજાઓ કરતાં પણ વધારે દુષ્ટ નીકળી અને તેણે મારા કાયદાઓ અને નિયમો સામે તેમનાં કરતાં વધુ બળવો કર્યો છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને મારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.”