Ezekiel 5:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પ્રભુ યહોવાહ એવું કહે છે: "કેમ કે તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી અને મારા નિયમોનું પાલન કર્યું નથી; કે તમારી આસપાસની પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી પ્રભુ પરમેશ્વર તેને કહે છે, “તું તો તારી આસપાસની પ્રજાઓ કરતાં વધુ હુલ્લડખોર નીકળી છે. તું મારા હુકમો પ્રમાણે ચાલી નથી અને મારાં ફરમાનો પાળ્યાં નથી. પણ તેં તારી આસપાસની પ્રજાઓના રિવાજોનું પાલન કર્યુ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે પ્રભુ યહોવા કહે છે, “તમારી આસપાસની પ્રજાઓ કરતાં તમે વધારે હુલ્લડખોર છો, તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારા હુકમો પાળ્યા નથી, તેમ જ તમારી આસપાસની પ્રજાઓના નિયમો પ્રમાણે વર્તયા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી યહોવા મારા માલિક કહે છે, “તમારી બાજુના પડોશીઓ કરતાં તમે વધારે દુષ્ટ છો; તમે મારા કાયદા પ્રમાણે ચાલ્યા નથી; મારા નિયમોનું પાલન કર્યું નથી; તમે તમારી આજુબાજુની બીજી પ્રજાઓના નિયમોનું પણ પાલન નથી કર્યું.”