Ezekiel 6:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાહનાં વચનો સાંભળો: પ્રભુ યહોવાહ આ પર્વતોને, ડુંગરોને, પ્રવાહોને તથા ખીણોને કહે છે, જુઓ, હું તમારી વિરુદ્ધ તલવાર લાવીશ અને તમારાં ઉચ્ચસ્થાનોનો નાશ કરીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો આ સંદેશો સાંભળો: પ્રભુ પરમેશ્વર પર્વતોને, ડુંગરાઓને, કોતરોને અને ખીણોને આમ કહે છે: હું તમારા પરનાં મૂર્તિપૂજાનાં ઉચ્ચસ્થાનોનો યુદ્ધથી નાશ કરીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે ઇઝરાયલના પર્વતો, પ્રભુ યહોવાનું વચન સાંભળો; પ્રભુ યહોવા પર્વતોને, ડુંગરોને, પાણીનાં નાળાંને તથા ખીણોને કહે છે કે, જુઓ, હું, હા, હું જ, તમારા પર તરવાર લાવીને તમારાં ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
‘હે ઇસ્રાએલના પર્વતો, યહોવા મારા માલિકનો સંદેશો સાંભળો, યહોવા મારા માલિક પર્વતોને અને ડુંગરોને અને ખીણોને કહે છે; હું યહોવા તમારા પર યુદ્ધ લાવીશ અને તમારા ઉચ્ચસ્થાનોનો વિનાશ કરીશ.