Ezekiel 7:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, દિવસ આવે છે. તારો નાશ આવે છે, લાકડીને મોર આવ્યો છે, ગર્વના ફણગા ફૂટી નીકળ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુઓ, એ દિવસ આવી પહોંચ્યો છે. તમારો સર્વનાશનો દિવસ આવી પહોંચ્યો છે. હિંસા ખીલી ઊઠી છે અને અંહકાર ફાલ્યોફૂલ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો, તે દિવસ, તે આવે છે! તારો નાશ નિર્માણ થયો છે. અન્યાયને મોર આવ્યો છે. ગર્વને ફણગા ફૂટ્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલ માટે વિનાશનો દિવસ આવે છે, ભયની ઘંટડી વાગી ચૂકી છે, ન્યાયનો દંડ મ્હોરી ચૂક્યો છે અને ઉદ્ધતાઇ સમૃદ્ધ થઇ છે.