Ezekiel 9:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, "નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી મેં ઈશ્વરને બાકીના બીજાઓને એમ કહેતા સાંભળ્યા, “તમે તેની પાછળ પાછળ નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો; કોઈને જીવતો જવા દેશો નહિ કે કોઈની પ્રત્યે દયા ખાશો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બાકીના બીજાઓને તેણે મારા સાંભળતાં કહ્યું, “તમે તેની પાછળ જઈને નગરમાં સર્વત્ર ફરીને સંહાર કરો. તમારી આંખ દરગુજર ન કરે, ને તમારે દયા પણ રાખવી નહિ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ મેં યહોવાને બીજા માણસોને એમ કહેતાં સાંભળ્યાં કે, “નગરમાં તમે એની પાછળ પાછળ જાઓ અને હત્યા કરવાનું શરૂ કરો, કોઇ પણ પ્રકારની કરૂણા કરશો નહિ, ને તેમના માટે દયા રાખશો નહિ.