Ezekiel 9:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો." તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વૃદ્ધ પુરુષોની, યુવાનોની, યુવતીઓની, નાનાં બાળકોની અને સ્ત્રીઓની ક્તલ કરો. પણ કપાળ પરનાં ચિહ્નવાળા કોઈને અડકશો નહિ. અહીં મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વૃદ્ધ પુરુષોને, જુવાનોને તથા યુવતીઓને, ને નાનાં બાળકોને તથા સ્ત્રીઓને સંહારીને તેમનો નાશ કરો. પણ જે માણસ [ના કપાળ] પર ચિહ્‍ન હોય તેની નજીક તમે જતા નહિ. તમે મારા પવિત્રસ્થાનથી માંડીને શરૂઆત કરો.” ત્યારે તેઓએ [યહોવાના] મંદિર આગાળ જે વડીલો હતા તેમનાથી શરૂઆત કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વૃદ્ધો, યુવાનો, સ્ત્રીઓ અને બાળકો સર્વનો સંહાર કરો; પણ જેઓના કપાળ પર નિશાની હોય તેવા કોઇને અડશો નહિ, મારા મંદિરથી જ શરૂઆત કરો.” તેથી તેમણે મંદિર આગળ ઊભેલા આગેવાનોથી જ શરૂઆત કરી.