Ezra 10:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, તેમણે કહ્યું, “લોકો ઘણા છે અને વરસાદ પુષ્કળ પડે છે. તેથી આ રીતે બહાર ખુલ્લામાં ઊભા રહી શકાય તેમ નથી. આ પાપ દૂર કરવાનું કામ એકબે દિવસનું નથી. કારણ, અમારામાંથી ઘણાએ આ મોટું પાપ કર્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ લોક ઘણા છે, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક કે બે દિવસનું પણ નથી. આ બાબતમાં અમે તો મોટો અપરાધ કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તમે લોકો ઘણા છો, ને આ વખતે ઘણો વરસાદ પડે છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું પણ નથી; આ બાબતમાં અમે તો મોટું પાપ કર્યું છે.