Ezra 10:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાહઝયાએ આ બાબતનો વિરોધ કર્યો, અને મશુલ્લામે તથા લેવી શાબ્બથાય તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સુચનાનો સ્વીકાર કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ માત્ર અસાહેલના પુત્ર યોનાથાને અને તિકવાના પુત્ર યાહઝયાએ એ વાતનો વિરોધ કર્યો. મશુલ્લામ તથા શાબ્બાથાય લેવીએ તેમને ટેકો આપ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ફકત અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાનો પુત્ર યાહઝ્યા એ વાતની સામે થયા; અને મશુલ્લામે તથા લેવી શાબ્બાથાયે તેઓને ટેકો આપ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કેવળ અસાહેલનો પુત્ર યોનાથાન તથા તિકવાહનો પુત્ર યાહઝયા એ વાતના વિરોધી થયા; અને તેમને લેવીઓ મશુલ્લામ તથા શાબ્બાથાયે ટેકો આપ્યો. બાકીના લોકોએ એનો સ્વીકાર કર્યો.