Ezra 10:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર બાદ એઝરા ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી તે ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનના નિવાસખંડમાં ગયો. ત્યાં તેણે દેશ- નિકાલમાંથી આવેલા ઇઝરાયલીઓના પાપને લીધે શોક કર્યો. તેણે કંઈ ખાધુંપીધું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પછી એઝરા ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશિબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં ગયો. ત્યાં તેણે કંઈ રોટલી ખાધી નહિ, અને પાણી પણ પીધું નહિ; કેમ કે બંદિવાસમાંથી આવેલા લોકોને ઉલ્લંઘનને લીધે તે શોકમાં હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારબાદ એઝરાએ મંદિર સામેની તેની જગ્યા છોડી અને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. અને દેશવટેથી પાછા ફરેલા ઇસ્રાએલીઓએ દીધેલા છેહથી શોકમાંને શોકમાં અન્નજળ લીધા વગર તેણે ત્યાં જ રાત ગાળી.