Ezra 2:59 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરુબ, અદાન તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા જેઓ ઇઝરાયલીઓમાંના પોતાના પૂર્વજોની વંશાવળી સાબિત કરી શક્યા નહિ, તેઓનાં નામ આ પ્રમાણે છે:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેલ-મેલા, તેલ-હાર્શા, ખરૂબ, અદ્દાન અને ઇમ્મેર નગરોમાંથી આવેલાની સંખ્યા 652 હતી. તેઓ દલાયા, ટોબિયા તથા નકોદના વંશજો હતા. પોતે ઇઝરાયલના વંશજો છે એવું તેઓ પુરવાર કરી શક્યા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેલ-મેલાહ, તેલ-હાર્શા, ખરુબ, અદાન, તથા ઇમ્મેર, તેમાંથી જેઓ પાછા આવ્યા. જેઓ ઇઝરાયલીઓમાના હતા કે નહિ એ વિષે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શક્યા નહિ, તેઓ આ છે:
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેલ-મેલાહ, તેલ હાર્શા, ખરૂબ, અદ્દાન, તથા ઇમ્મેરમાંથી પાછા આવેલા લોકો અને જેઓ ઇસ્રાએલીઓમાંના હતાં કે નહિ એમ સાબિત કરવા માટે પોતાના પૂર્વજોની વંશાવળી દેખાડી શક્યા નહિ, તેઓ આ છે: