Ezra 3:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાંધનારાઓએ યહોવાહના ભક્તિસ્થાનનો પાયો નાખ્યો ત્યારે ઇઝરાયલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યહોવાહની સ્તુતિ કરવા માટે યાજકો રણશિંગડાં સાથે ગણવેશમાં, લેવીય આસાફના દીકરાઓ ઝાંઝ સાથે, ઊભા રહ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મંદિરનો પાયો નાખ્યો તે વખતે યજ્ઞકારો પોતાના ઝભ્ભા પહેરીને અને હાથમાં રણશિંગડાં લઈને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા. આસાફના ગોત્રના લેવીપુત્રો ઝાંઝ લઈને ઊભા હતા. દાવિદ રાજાએ આપેલી સૂચના પ્રમાણે તેમણે પ્રભુની સ્તુતિ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે બાધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો, ત્યારે, યહોવાની સ્તુતિ કરવાને તેઓએ ઇઝરાયલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણશિંગડા આપીને, તથા આસાફના લેવીપુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે યહોવાના મંદિરનો પાયો નાખવાનું કામ પૂરું થયું ત્યારે, યહોવાની સ્તુતિ કરવા માટે તેઓએ ઇસ્રાએલના રાજા દાઉદના હુકમ પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને રણશિંગડા સાથે તથા લેવીઓને તેમના હાથમાં ઝાંઝની જોડી આપીને ઊભા રાખ્યા.