Ezra 3:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ યહોવાહની સ્તુતિ કરતા આભારનાં ગીતો ગાયા, "ઈશ્વર ભલા છે! તેમના કરારનું વિશ્વાસુપણું ઇઝરાયલીઓ પર સર્વકાળ રહે છે." સર્વ લોકોએ ઊંચા અવાજે યહોવાહની સ્તુતિ કરતા હર્ષનાદ કર્યા કેમ કે ભક્તિસ્થાનના પાયા સ્થપાયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે પ્રભુનું ભજન કરતાં સ્તોત્ર ગાયું અને તેમાં આ ટેકનો પુનરોચ્ચાર કર્યો: “પ્રભુ દયાળુ છે, અને ઇઝરાયલ પર તેમનો પ્રેમ સનાતન છે.” મંદિરના પાયા ઉપર કામ ચાલુ થઈ ગયું હોવાથી સૌએ મોટા પોકારસહિત પ્રભુનું ભજન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ યહોવાની સ્તુતિ કરતાં તથા તેમનો આભાર માનતાં સામસામા [ઊભા રહીને] ગાયું, “તે મહેરબાન છે, ઇઝરાયલ પર તેમની દયા સદાકાલ સુધી [ટકે છે].” યહોવાના મંદિરનો પાયો નંખાયો તેથી સર્વ લોકોએ ઊંચે સ્વરે યહોવાની સ્તુતિ કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ યહોવાની સ્તુતિ અને આભાર ગીત ગાયાં, “દેવ ભલા છે અને તેમનો પ્રેમ તથા દયા ઇસ્રાએલીઓ પર સદાકાળ રહેશે.” ત્યારે બધા લોકો ઊંચે સાદે યહોવાની સ્તુતિ કરવા લાગ્યા, કારણ; યહોવાના મંદિરનો પાયો નંખાઇ ચૂક્યો હતો.