Ezra 3:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ યરુશાલેમમાં, ઈશ્વરના ઘરમા આવ્યા. તેના બીજા વર્ષના બીજા માસમાં, શાલ્તીએલનો દીકરો ઝરુબ્બાબેલ, યોસાદાકનો દીકરો યેશૂઆ, અન્ય તેઓના યાજકો, લેવી ભાઈઓ તથા જેઓ બંદીવાનમાંથી મુક્ત થઇને યરુશાલેમ પાછા આવ્યા હતા તે સર્વએ તે કામની શરૂઆત કરી. ઈશ્વરના ઘરના બાંધકામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરનાં લેવીઓને નીમ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલ થયેલાઓ યરુશાલેમ પાછા ફર્યા તે પછીના બીજા વર્ષના બીજા માસમાં શઆલ્તીએલનો પુત્ર ઝરૂબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, સાથી યજ્ઞકારો તથા લેવીઓ તેમજ દેશનિકાલીમાંથી યરુશાલેમ પાછા આવેલા સૌએ પ્રભુના મંદિરને ફરી બાંધવાનું કામ શરૂ કર્યું. વીસ કે તેથી વધુ ઉંમરના લેવીઓને મંદિરના બાંધકામની દેખરેખ માટેની જવાબદારી સોંપવામાં આવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમમાં ઈશ્વરના મંદિરમાં તેઓ આવ્યા તેના બીજા વર્ષમાં બીજા માસમાં, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ, યોસાદાકનો પુત્ર યેશૂઆ, બાકીના તેઓના યાજક તથા લેવી ભાઈઓ, તથા જેઓ બંદિવાસમાંથી છૂટીને યરુશાલેમ આવ્યા હતા તે સર્વએ તે કામનો આરંભ કર્યો. ને યહોવાના મંદિરના કામની દેખરેખ રાખવા માટે વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના લેવીઓને નીમ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજા વર્ષના બીજા મહિનામાં યરૂશાલેમમાં દેવના મંદિરમાં પહોચ્યા પછી, શઆલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલે અને યોસાદાકનો પુત્ર યેશૂઆએ તેમના બીજા જાતભાઇઓની મદદ વડે, યાજકો લેવીઓ અને દેશવટેથી યરૂશાલેમ પાછા ફરેલા બાકીના બધા લોકોની મદદથી મંદિરનું ખરેખરું બાંધકામ શરૂ કર્યુ. તેમણે વીસ વર્ષના અને તેથી મોટા લેવીઓને યહોવાના મંદિરનાં બાંધકામની દેખરેખ રાખવા નીમ્યા.