Ezra 3:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યેશૂઆએ, તેના દીકરા તથા તેના ભાઈઓ, કાદમીએલે તથા યહૂદિયાના વંશજોને ઈશ્વરના ઘરનું કામ કરનારાઓ પર દેખરેખ રાખવા નીમ્યા. તેઓની સાથે લેવી હેનાદાદના વંશજો તથા તેના ભાઈઓ પણ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યેશૂઆ, તેના પુત્રો તથા ભાઈઓ, ક્દ્મીએલ તથા તેના પુત્રો, (હોદાવ્યાનું ગોત્ર), તેમ જ લેવી હનાદાદ, તેના પુત્રો તથા ભાઈઓ એ સૌએ એકચિત્તે પ્રભુના મંદિરના બાંધકામની દેખરેખનું કામ સંભાળી લીધું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યેશૂઆ, તેના પુત્રો અને તેના ભાઈઓ, તથા કાદમીએલ અને તેના પુત્રો, લેવી હોનાદાદ અને તેના પુત્રો તથા ભાઈઓ, એ સર્વ એક દિલથી ઈશ્વરના મંદિરના કામ કરનારાઓ પર દેખરેખ રાખવા ઊભા થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ સમગ્ર યોજના પર દેખરેખ રાખવાનું કામ યેશૂઆ, કાદમીએલ અને તેના પુત્રો, હેનાદાદ અને તેઓના પુત્રો તથા સબંધીઓને સોંપવામા આવ્યું. તેઓ સર્વ લેવીઓ હતા.