Ezra 4:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા, આપને માલુમ થાય કે જે યહૂદીઓ તમારા ત્યાંથી આવ્યા છે તેઓ, બળવાખોર નગર યરુશાલેમના પુન:બાંધકામ કરવા દ્વારા અમારી સામે થયા છે. તેઓ દીવાલોનું બાંધકામ પૂર્ણ કર્યું છે અને પાયાનું સમારકામ કર્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નામદાર, અમે આપને જણાવવા માગીએ છીએ કે આપના અન્ય પ્રાંતોમાંથી અત્રે આવીને યરુશાલેમમાં વસેલા યહૂદીઓ દુષ્ટ અને બંડખોર શહેરને ફરીથી બાંધવા લાગ્યા છે. તેમણે કોટનું બાંધકામ ચાલુ કર્યું છે અને થોડા જ વખતમાં કોટ બંધાઈ જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આપને વિદિત થાય કે, જે યહૂદિયો આપની પાસેથી છૂટીને અમારી પાસે યરુશાલેમમાં આવ્યા છે, તેઓ તો બંખોર ને બેવફા નગર બાંધે છે, ને પાયા સમારીને કોટ પૂરા કર્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે તમારું ધ્યાન ખેચીએ છીએ કે, બાબિલથી યરૂશાલેમ મોકલવામાં આવેલા યહૂદિયાઓ બળવાખોર અને દુષ્ટ નગરનું ફરીથી બાંધકામ કરી રહ્યા છે. તેઓ નગરના કિલ્લાની દીવાલ બાંધી રહ્યાં છે અને પાયાનું સમારકામ કરી રહ્યાં છે.