Ezra 4:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે આપને જાણ થાય કે જો આ નગરની દીવાલનું કાર્ય પૂર્ણ થશે અને નગર બંધાશે તો તેઓ ખંડણી કે કરવેરા આપશે નહિ પણ તેઓ રાજાઓને નુકસાન કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નામદાર, જો આ શહેર ફરીથી બંધાશે અને તેની દીવાલો ચણાઈ જશે, તો આ પ્રજા કરવેરા ભરવાનું બંધ કરી દેશે અને તેથી રાજ્યની આવક ઘટી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે આપને વિદિત થાય કે, જો એ નગર બંધાશે અને એને એના કોટ પૂરા થશે, તો તેઓ ખંડણી, કર કે, જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની પદાશમાં ઘટાડો થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે હવે અમારે રાજાને જણાવવું જોઇએ કે, જો એ નગર બંધાશે એના કિલ્લાની દીવાલો પૂરી થશે, તો તેઓ ખંડણી, કરવેરા કે જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની ઉપજમાં ઘટાડો થશે.