Ezra 4:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મેં આદેશ આપી તપાસ કરાવી અને મને જણાયું છે કે ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે તેઓએ બળવો તથા તોફાન કર્યા હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા આદેશ પ્રમાણે શોધખોળ કરવાથી જાણવા મળ્યું છે કે પ્રાચીન સમયથી જ યરુશાલેમ શહેરમાં રાજાઓ વિરુદ્ધ બળવા થતા રહ્યા છે. તેમાં હમેશાં બળવાખોરો અને તોફાનીઓ રહેતા આવ્યા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને અમારા હુકમથી તજવીજ કરતાં માલૂમ પડ્યું છે કે, એ નગર પુરાતન કાળથી રાજાઓની વિરુદ્ધ બંડ કરતું આવ્યું છે, અને એમાં બંડ તથા તોફાન થતાં રહ્યાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં કાર્યાલયોમાં તપાસ કરાવી છે અને શોધી કાઢયું છે કે, યરૂશાલેમના લોકોએ ભૂતકાળમાં ઘણાં રાજાઓ સામે બળવો કર્યો છે. બળવો અને દગો ખરેખર તેઓને માટે સામાન્ય બાબત છે.