Ezra 5:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે એ આપની દ્રષ્ટિમાં યોગ્ય લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ ભક્તિસ્થાન બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, તેની તપાસ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો અને તે બાબતે આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આથી નામદાર, અમારી આપને વિનંતી છે કે બેબિલોન રાજ્યના દફતર ભંડારમાં તપાસ કરાવો કે સમ્રાટ કોરેશે યરુશાલેમમાંનું મંદિર ફરી બાંધવાનો આદેશ આપેલો કે નહિ. તે પછી આ અંગે આપની શી ઇચ્છા છે તે પ્રમાણે અમને આદેશ આપશો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે, જો આપની ર્દષ્ટિમાં ઠીક લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ મંદિર બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, એની શોધ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો, અને તે બાબત આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી આપ નામદારને યોગ્ય લાગે તો બાબિલના ભંડારમાં તપાસ કરાવશો કે રાજા કોરેશે યરૂશાલેમમાં દેવનું મંદિર ફરી બાંધવાની પરવાનગી આપી હતી કે કેમ, અને આ બાબતમાં આપનો નિર્ણય જણાવશો.