Ezra 5:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આપને જાણ થાય કે અમે યહૂદિયા પ્રાંતના મહાન ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા હતા. તે મોટા પથ્થરોથી તથા ઈમારતી લાકડાથી બંધાઈ રહ્યું હતું. આ કાર્ય ખંતથી કરાઈ રહ્યું છે અને તેઓને હાથે સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે યહૂદિયા ગયા હતા અને મહાન ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી મોટા પથ્થરો વડે અને દીવાલોમાં લાકડાં જડીને કરવામાં આવી રહ્યું છે તે અમે જોયું છે. બાંધકામ ખૂબ જ કાળજીપૂર્વક થાય છે અને આગળ વધી રહ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આપને વિદિત થાય કે, અમે યહૂદિયાના પ્રાંતમાં મહાન ઈશ્વરના મંદિરમાં ગયા હતા, તે મોટા પથ્થરોથી બાંધેલું છે ને ભીંતોમાં લક્કડ વાપરેલું છે, અને એ કામ તેઓ ખંતથી કરે છે, ને તે તેઓને હાથે આબાદ થતું જાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આપને વિદિત થાય કે, અમે યહૂદા પ્રાંતમાં મહાન દેવના મંદિરમાં ગયાં હતા, તે મંદિર પથ્થરની મોટી શિલાઓથી બાંધવામાં આવી રહ્યું છે, એની ભીંતોએ લાકડાની તખ્તીઓ જડવામાં આવે છે, ખૂબ સફળતાપૂર્વક અને ઉત્સાહથી કામ ચાલી રહ્યું છે.