Ezra 6:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે રાજાઓ કે પ્રજાઓ યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાનનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ, તમને આ હુકમ કરું છું. તેનો ઝડપથી અમલ કરો!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે કોઈ રાજા કે પ્રજા, યરુશાલેમનું મંદિર, કે જેમાં ઈશ્વરે પોતાનું નામ રાખવા તેને પસંદ કર્યું છે તેનો નાશ કરે અને એમ આ આદેશનો અનાદર કરે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ આ હુકમ ફરમાવું છું અને તેનો તાકીદે અમલ થવો જોઈએ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમમાં જે મંદિરમાં ઈશ્વરે પોતાનું નામ કાયમ રાખ્યું છે તેમાં ફેરફાર કરવાને અથવા તેનો નાશ કરવાને જે રાજાઓ કે પ્રજાઓ પ્રયત્નો કરે તેઓનો નાશ તે ઈશ્વર કરો! હું દાર્યાવેશ આ હુકમ કરું છું; તેનો બનતી તાકીદે અમલ કરવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે રાજાઓ કે પ્રજાઓ યરૂશાલેમના દેવના મંદિરનો ફેરફાર કરવાનો કે વિનાશ કરવાનો પ્રયત્ન કરશે તેનો ભલે દેવ વિનાશ કરે. હું દાર્યાવેશ તમને આ હુકમ કરું છું. તેનું સંપૂર્ણ વફાદારીથી પાલન કરવામાં આવે.