Ezra 6:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકોએ તથા લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યું હતું અને બંદીવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધા યજ્ઞકારો અને લેવીઓએ પોતાને પવિત્ર કર્યા હતા અને તેઓ વિધિ પ્રમાણે શુદ્ધ હતા. તેમણે દેશનિકાલમાંથી પાછા આવેલા લોકો માટે એટલે, પોતાને માટે, પોતાના સાથી યજ્ઞકારો માટે તથા લોકો માટે પાસ્ખાયજ્ઞના હલવાન કાપ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યાજકોએ પોતાને પવિત્ર કર્યા હતા; તેઓ સર્વ પવિત્ર હતા. બંદિવાસમાંથી આવેલા સર્વ લોકોને માટે, તથા પોતાને માટે લેવીઓએ પાસ્ખા કાપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધા જ યાજકો અને લેવીઓએ પોતાનું શુદ્ધિકરણ કર્યુ હતું અને તેઓ હવે વિધિવત્ત શુદ્ધ હતા. લેવીઓએ બંદીવાસમાંથી આવેલા સર્વ લોકો તેમના સગાંવહાંલા, યાજકો અને પોતાને માટે પાસ્ખાના હલવાનનો વધ કર્યો.