Ezra 6:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ તથા દેશના મૂર્તિપૂજકોની અશુધ્ધતાથી અલગ થઈને ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની આરાધના કરવા માટે ભેગા થયેલા સર્વએ તે ખાધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા આવેલા બધા લોકોએ તથા દેશમાં આસપાસ વસતા વિધર્મીઓની મૂર્તિપૂજા તથા અમંગળ આચરણોથી પોતાને શુદ્ધ કરી ઇઝરાયલના ઈશ્વરની ભક્તિમાં સામેલ થયા હતા તેવા સૌએ પાસ્ખાયજ્ઞના અર્પણનું ભોજન કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બંદીવાસમાંથી પાછા આવેલા ઇઝરાયલી લોકોએ, તથા દેશના મૂર્તિપૂજકોના મલિનપણાથી અલગ થઈને ઇઝરાયલના ઈશ્વર યહોવાની ઉપાસના કરવા માટે સામેલ થયેલા સર્વએ તે ખાધું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઇસ્રાએલી જેઓ દેશવટેથી પાછા આવ્યા હતા તેઓએ પાસ્ખા ખાધું, કેટલાક બીજાઓએ ઇસ્રાએલના દેવ યહોવાને શોધવા પોતાને પ્રજાની અશુદ્ધિઓથી જુદા કર્યા અને ઇસ્રાએલના દેવ યહોવા પાસે આવ્યા. તેઓએ તેમની સાથે ખાધું પણ ખરું.