Ezra 6:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"કોરેશ રાજાએ પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમિયાન યરુશાલેમમાં આવેલા ઈશ્વરના ભક્તિસ્થાનના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો: 'અર્પણ કરવાનું ભક્તિસ્થાન બાંધવું. તે દીવાલની ઊંચાઈ સાઠ હાથ તથા પહોળાઈ સાઠ હાથ રાખવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમાં આ પ્રમાણે નોંધ હતી: “સમ્રાટ કોરેશે પોતાના શાસનકાળના પ્રથમ વર્ષે એવો હુકમ આપ્યો કે બલિદાનો તથા અર્પણો ચડાવવાના સ્થાન યરુશાલેમના મંદિરને ફરીથી બાંધવું. તેના પાયા પર જ કામ કરવું અને મંદિર આશરે સત્તાવીશ મીટર ઊંચું અને સત્તાવીશ મીટર લાંબું રાખવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમાં આ પ્રમાણે લખેલું હતું: “કોરેશ રાજાએ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં ઠરાવ કરીને હુકમ કર્યો કે, યરુશાલેમમાંના ઈશ્વરના મંદિર વિષે [હુકમ છે કે] જે મકાનમાં લોકો યજ્ઞાર્પણ કરે છે તે મંદિર બાંધવું, તેના પાયા મજબૂત નાખવા. તેની ઊંચાઈ તથા ચોડાઈ સાઠ સાઠ હાથ રાખવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા કોરેશે પોતાના શાસનના પ્રથમ વર્ષ દરમ્યાન યરૂશાલેમમાં આવેલા દેવના મંદિરના સંબંધમાં આ હુકમ ફરમાવ્યો હતો, લોકોનું યજ્ઞો અર્પણ કરવાનું જે સ્થાન છે એ સ્થાન પર મંદિર ફરી બાંધવું. તેના પાયાઓ જાળવી રાખવા એની ઊંચાઇ 90 ફુટ અને પહોળાઇ 90 ફુટ રાખવી.