Ezra 6:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તદુપરાંત યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી નબૂખાદનેસ્સાર સોનાચાંદીના જે વાસણો બાબિલના મંદિરમાં લઈ આવ્યો હતો, તે પાછાં યરુશાલેમમાંના ભક્તિસ્થાનમાં મોકલી, અસલ જગ્યાએ મૂકવા.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર સોનારૂપાંનાં જે પાત્રો બેબિલોન લાવ્યો હતો તેમને યરુશાલેમના મંદિરમાં તેમના અસલ સ્થાને મૂકવા પાછાં મોકલી આપવાં.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી ઈશ્વરના મંદિરનાં સોનારૂપાનાં જે પાત્રો નબૂખાદનેસ્સાર યરુશાલેમનાં મંદિરમાંથી કાઢીને બાબિલ લઈ ગયો, તે યરુશાલેમમાંના મંદિરમાં તેમને પોતપોતાની જગાએ પાછા મૂકવાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત યરૂશાલેમના મંદિરમાંથી નબૂખાદનેસ્સાર જે સોના ચાંદીના વાસણો બાબિલ લઇ આવ્યો હતો તે પાછાં સોંપી દેવા, તે બધાં પાછા યરૂશાલેમના દેવના મંદિરમાં લઇ જઇ ત્યાં તેના મૂળસ્થાને ફરી ગોઠવી દેવાં.