Ezra 6:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહૂદીઓના વડીલોને ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવામાં તમારે મદદ કરવી એવો મારો હુકમ છે: રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખર્ચ આપવો કે તેઓને બાંધકામમાં અટકાવ થાય નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, મારું ફરમાન છે કે તમારે તેમને એ કાર્યમાં મદદ પણ કરવી. યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના કરવેરામાંથી રાજ્યને થતી આવકમાંથી તે અંગેનો ખર્ચ તરત જ પૂરો પાડવો, જેથી કામ અટકે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી, ઈશ્વરનું એ મંદિર બાંધવા માટે યહૂદિઓના વડીલોને તમારે શી મદદ કરવી, તે વિષે હું હુકમ કરું છું કે, રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખરચ આપવો કે, તેઓને અટકાવ ન થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહૂદીયાઓના વડીલોને દેવનું મંદિર બાંધવામાં તમારે મદદ કરવી એવું મારું ફરમાન છે: એનો સમગ્ર ખર્યો ફ્રાત પારના પ્રદેશના મહેસૂલમાંથી થતી રાજ્યની આવકમાંથી અચૂક ચૂકવી દેવો. જેથી કામ અટકી પડે નહિ.