Ezra 7:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઉપરાંત બાબિલના સર્વ રાજ્યોમાંથી યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાન માટે ચાંદી તથા સોનું ઐચ્છિકાર્પણો તરીકે યહૂદીઓએ અને તેઓના યાજકોએ લઈ જવાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, સમગ્ર બેબિલોનમાંથી ઇઝરાયલી લોકો અને યજ્ઞકારોએ યરુશાલેમમાં પોતાના ઈશ્વરના મંદિરમાં અર્પણ કરવા માટે રાજીખુશીથી આપેલું સોનુંરૂપું પણ લઈ જા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોકોએ તથા યાજકોએ યરુશાલેમમાંના પોતાના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણોમાં રાજીખુશીથી જે કંઈ અર્પણ કર્યુ હોય તે, અને આખા બાબિલ પ્રાંતમાંથી સર્વ સોનુંરૂપું તને મળી આવે તે તું લઈ જાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તદુપરાંત તારે બાબિલના સર્વ રાજ્યોમાંથી યરૂશાલેમના દેવના મંદિર માટે ચાંદી તથા સોનું સૈચ્છિકાર્પણો તરીકે યહૂદીયા અને તેઓના યાજકો પાસેથી ઉઘરાવવું.