Ezra 7:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એ નાણાથી બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ ખરીદીને યરુશાલેમમાં તમારા ઈશ્વરના ભક્તિસ્થાનની વેદી પર તેઓનું અર્પણ કરવામાં આવે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ પૈસામાંથી તું આખલા, ઘેટાં, હલવાનો, ધાન્ય અને દ્રાક્ષાસવ વેચાતાં લેવામાં ખંત રાખજે. તારે યરુશાલેમમાં આવેલા તારા ઈશ્વરના મંદિરમાંની વેદી પર તેમનું અર્પણ કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પૈસાથી ગોધા, મેંઢા, હલવાનો, તેઓનાં ખાદ્યાર્પણો તથા તેઓનાં પેયાર્પણો પણ બનતી તાકીદે ખરીદીને યરુશાલેમમાં તારા ઈશ્વરનું જે મંદિર છે તેની વેદી પર તેઓનું તારે અર્પણ કરવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ બધી ભેટો સાથે બળદો, ઘેટાં, હલવાન, ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પણ ચોક્કસ ખરીદવામાં આવે, જ્યારે તમે યરૂશાલેમ પહોંચો ત્યારે તે સર્વ અર્પણોનું યરૂશાલેમમાં તમારા દેવના મંદિરની વેદી પર બલિદાન ચઢાવવામાં આવે.