Ezra 7:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આકાશના ઈશ્વર પોતાના ભક્તિસ્થાનને માટે જે કંઈ આજ્ઞા કરે તે બધું તમારે પૂરા હૃદયથી કરવું. મારા રાજ્ય પર અને મારા વંશજો શા માટે ઈશ્વરનો કોપ આવવા દેવો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આકાશના ઈશ્વરના મંદિર માટે તે જે માગે તે ખંતથી આપવું, જેથી મારા રાજ્ય પર કે મારા વંશજો પર તેમનો કોપ ઊતરે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આકાશના ઈશ્વરની જે કંઈ આજ્ઞા હોય, તે પ્રમાણે આકાશના ઈશ્વરના મંદિરને માટે પૂરેપૂરું કરવું; કેમ કે રાજાના રાજ્ય ઉપર તથા તેના પુત્રો ઉપર શા માટે ઈશ્વરનો કોપ લાવવો જોઈએ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આકાશના દેવ પોતાના મંદિર માટે જે કઇં ફરમાવે, તે બધું તમારે તાબડતોબ કરવાનું છે, નહિ તો કદાચ મારા રાજ્ય પર અને મારા વંશજો પર તેમનો રોષ ઊતરે.