Ezra 7:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી જે કોઈ ઈશ્વરના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાયદાનું પાલન કરવાનો ઇનકાર કરે તેઓને તારે મૃત્યુદંડ, દેશનિકાલ, મિલકતની જપ્તી અથવા કેદની સજા કરવી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જે કોઈ તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું અથવા સામ્રાજ્યના કાયદાનું પાલન ન કરે તેને તારે ફાંસી, દેશનિકાલ, મિલક્તની જપ્તી કે કેદની યથાયોગ્ય સજા કરવી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી જે કોઈ તારા ઈશ્વરના નિયમનું તથા રાજાના કાયદાનું ઉલ્લંઘન કરે તેને તારે તાકીદે સજા કરવી, પછી તે મોતની, દેશનિકાલની, માલ-મિલકતની, જપતીની કે કેદની [સજા] હોય તોપણ [તે તારે કરવી].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવના નિયમશાસ્ત્રનું તથા રાજાના કાનૂનનું પાલન કરવાની ના પાડનારને તાત્કાલિક મૃત્યુદંડ અથવા દેશમાંથી હદપાર કરવાની સજા અથવા તેનો સામાન જપ્ત કરવાની અથવા કેદની સજા કરવી.