Ezra 8:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આહવા નદીને કિનારે મેં તેઓને એકત્ર કર્યા અને ત્યાં અમે ત્રણ દિવસ માટે છાવણી નાખી. તે દરમિયાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ લેવીના વંશજોમાંના કોઈ જોવામાં આવ્યા નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેમને આહવા નગરમાં થઈને પસાર થતી નહેરને કિનારે એકત્ર કર્યા અને ત્યાં ત્રણ દિવસ પડાવ નાખ્યો. ત્યાં તપાસ કરતાં મને તેમનામાં યજ્ઞકારો મળ્યા, પણ કોઈ લેવી મળ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આહવા નદીને કાંઠે મેં તેઓને એકત્ર કર્યા. ત્યાં અમે ત્રણ દિવસ મુકામ કર્યો. મેં લોકોની તથા યાજકોની તપાસ કરી, અને લેવીપુત્રોમાંનો કોઈ પણ ત્યાં મારા જોવામાં આવ્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે નદીને કિનારે એકઠા થયા જે આહવા તરફ વહેતી અને ત્યાં ત્રણ દિવસ માટે પડાવ નાખ્યો. તે દરમ્યાન મેં બંદીવાસમાંથી આવેલા લોકોની યાદી તપાસી તો મને ખબર પડી કે તેમાં યાજકો હતા પણ એક પણ લેવી નોંધાયો ન હતો.