Ezra 8:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા ભક્તિસ્થાનના તેના સાથી સેવક ભાઈઓને કહ્યું કે તેઓ અમારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સેવકો મોકલી આપે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં તેમને ક્સિફિયામાં વસતા જૂથના મુખ્ય આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કાસિફિયા નામે જગાના મુખ્ય માણસ ઈદ્દો પાસે મેં તેઓને મોકલ્યા. અને ઈદ્દોને [તથા] કાસિફિયા જગામાંના તેના ભાઈઓ નથીનીમને શું કહેવું એ મેં તેઓને કહ્યું, જેથી તેઓ અમારા ઈશ્વરના મંદિરને માટે અમને સેવકો લાવી આપે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા, અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા તેના જાતભાઇઓને અમારા દેવનાં મંદિર માટે સેવકો મોકલવા કહેવડાવ્યું.