Ezra 8:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તેઓને કહ્યું, "આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; ભક્તિસ્થાને પહોંચો ત્યાં સુધી તેનું રક્ષણ કરજો. ત્યાં ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારના ઓરડાઓમાં યાજકો, લેવીઓના આગેવાનો તથા યરુશાલેમમાં ઇઝરાયલીઓનાં કુટુંબનાં પૂર્વજોની સમક્ષ વજન કરીને સોંપી દેજો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી યરુશાલેમમાં જઈને ત્યાં પ્રભુના મંદિરના ઓરડાઓમાં આગેવાન યજ્ઞકારો, લેવીઓ અને ઇઝરાયલના કુટુંબના વડાઓ સમક્ષ તમે તેમને તોળી આપો ત્યાં સુધી તમે તેમનું ખંતથી રક્ષણ કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરુશાલેમમાં યહોવાના મંદિરના ઓરડાઓમાં યાજકો, લેવીઓ, સરદારો અને ઇઝરાયલીઓના પિતૃઓનાં કુટુંબોના સરદારોની આગળ તમે તે તોળી આપો ત્યાં સુધી સાવધ રહીને તેને સંભાળો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં તેઓને કહ્યું, “આ ખજાનાને કાળજીપૂર્વક સંભાળજો; મંદિરે પહોંચો ત્યાં સુધી એનું રક્ષણ કરજો. ત્યાં યહોવાના મંદિરના ભંડારના ઓરડાઓમાં યાજકોના અને લેવીઓના આગેવાનો તથા યરૂશાલેમના ઇસ્રાએલીઓનાં કુટુંબના વડાઓની સમક્ષ વજન કરીને સોંપી દેજો.”