Ezra 8:35 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી બંદીવાસમાંથી જે લોકો પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને બાર બળદો અર્પણ કર્યા. છન્નું ઘેટાં, સિત્તોતેર હલવાનો અને બાર બકરાઓનું પાપાર્થાર્પણ તરીકે દહાનીયાર્પણ કર્યું. તેઓએ આ સર્વનું ઈશ્વરને દહાનીયાર્પણ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશનિકાલમાંથી પાછા આવેલા લોકોએ ઇઝરાયલના ઈશ્વરને દહનબલિ ચડાવ્યા. બધા ઇઝરાયલીઓ માટે બાર આખલા, છન્‍નું ઘેટા અને સિત્તોતેર હલવાનો તેમ જ પ્રાયશ્ર્વિત નિવારણ બલિ માટે બાર બકરા એ બધાં પ્રાણીઓ પ્રભુને દહનબલિ તરીકે ચડાવવામાં આવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બંદીવાસમાંથી જે લોક પાછા આવ્યા હતા, તેઓએ ઇઝરાયલના ઈશ્વરને દહનીયાર્પણો ચઢાવ્યાં, એટકે સર્વ ઇઝરાયલીઓને માટે બાર ગોધા, છન્નુ મેંઢા, સિત્તોતેર હલવાન, અને પાપાર્થાર્પણને માટે બાર બકરા; એ સર્વ યહોવાને માટે દહનીયાર્પણ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારપછી જેઓ દેશવટેથી પાછા ફર્યા હતા, તેમણે આખા ઇસ્રાએલ તરફથી યહોવાને બાર બળદો અર્પણ કર્યા, 96 ઘેટાં, 77 ઘેટાંઓ દહનાર્પણ તરીકે, અને પાપાર્થાર્પણ તરીકે બાર બકરા ધરાવ્યાં; તેઓએ આ બધું જ યહોવાને દહનાર્પણ રૂપે ચઢાવ્યું.