Ezra 8:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓએ નદી પાર પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમ જ હાકેમોને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેઓએ લોકોને ઈશ્વરના ભક્તિસ્થાનના બાંધકામમાં મદદ કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે સમ્રાટના ફરમાન અંગેનો પત્ર પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતના રાજ્યપાલો અને અધિકારીઓને આપ્યો, અને તેમણે લોકોને તથા ઈશ્વરના મંદિરના બાંધકામને ઉત્તેજન આપ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ રાજાના નદી પારના કારભારીઓને તથા સૂબાઓને રાજાનું ફરમાન કહી સંભળાવ્યું. તેથી તેઓએ લોકને તથા ઈશ્વરના મંદિરના કામને ઉત્તેજન આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાનો હુકમ ફાત નદીની પશ્ચિમ તરફના સર્વ રાજ્યોમાં તેના સરદારોને તેમજ પ્રશાસકોને જણાવવામાં આવ્યો અને તે નેતાઓએ લોકોને અને દેવના મંદિરના કામમાં ઘણો જ સહકાર આપ્યો.