Ezra 9:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે ઇઝરાયલના ઈશ્વર, યહોવાહ, તમે ન્યાયી છો તેથી જ અમે આજે છીએ અને જીવતા રહ્યા છીએ. જુઓ, અમે અપરાધીઓ છીએ, અમારા અપરાધને કારણે તમારી સમક્ષ કોઈ ઊભો રહી શકતો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ, તમે ન્યાયી છો, છતાં આજે છે તેમ તમે અમને બચાવ્યા છે. અમે તો અપરાધી છીએ અને તેથી તમારી સમક્ષ આવવાનો અમને કોઈ અધિકાર નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે ન્યાયી છો; આજની માફક અમે બચી જતાં અમારો શેષ જીવતો રહ્યો છે. અમે અપરાધી છીએ, તેથી અમારામાંનો કોઈ તમારી આગળ ઊભો રહી શકતો નથી.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે ઇસ્રાએલના દેવ યહોવા, તું ન્યાયી છે તેથી જ અમે આજે છીએ એટલા ઊગરવા પામ્યા છીએ. અમે અપરાધીઓ તમારી સમક્ષ ઊભા છીએ, જુઓ. અમારા અપરાધને કારણે અમને તમારી સમક્ષ આવવાનો કોઇ અધિકાર નથી.”