Ezra 9:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ પોતે અને તેઓના પુત્રોએ આ લોકોની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા છે; આમ પવિત્ર વંશના લોકો અન્ય પ્રદેશના લોકો સાથે મિશ્રિત થઈ ગયા છે. આવા પાપચારો કરવામાં મુખ્યત્વે સરદારો અને અમલદારો સૌથી આગળ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે એ લોકોની પુત્રીઓને પોતાની તથા પોતાના પુત્રોની પત્નીઓ તરીકે સ્વીકારી છે. આમ, ઈશ્વરના પવિત્ર લોકો ત્યાંના લોકો સાથે ભેળસેળ થઈ ગયા છે. એ અપરાધમાં મુખ્યત્વે આગેવાનો અને અધિકારીઓએ જ પહેલ કરી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો આ લોકોની દીકરીઓ સાથે પરણ્યા છે. તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે: હા, એ ઉલ્લંઘનમાં મુખ્યત્વે સરદારોના તથ સત્તાવાળાઓના હાથ એ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે આ લોકોની સ્ત્રીઓને પોતાની અને પોતાના પુત્રોની પત્ની તરીકે સ્વીકારી છે; આમ પવિત્ર લોકોની પ્રદેશના લોકો સાથે ભેળસેળ થઇ ગઇ છે. આ પાપ કરવાવાળામાં આગેવાનો અને અમલદારો જ પહેલા છે.”