Ezra 9:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં કહ્યું, "હે મારા ઈશ્વર, મારું મુખ તમારા તરફ ઊંચું કરતાં મને શરમ આવે છે. કારણ કે અમારા પાપોનો ઢગલો અમારા માથાથી પણ ઊંચો થઈ ગયો છે અને અમારા અપરાધ છેક ઉપર આકાશ સુધી પહોંચ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં પ્રાર્થના કરી, “હે મારા ઈશ્વર, તમારી સમક્ષ મારું મસ્તક ઉઠાવતાં પણ મને શરમ લાગે છે. અમારાં પાપ અમારાં શિર કરતાંય ઉપર અરે, છેક આકાશ સુધી પહોંચ્યાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં કહ્યું, “હે મારા ઈશ્વર, હું મારું મુખ તમારી તરફ ઉઠાવતાં શરમાઉં છું; કેમ કે અમારા પાપ અમારા માથા પર વધી ગયાં છે, અમારા અપરાધ વધીને આકાશ સુધી પહોંચ્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે.