Ezra 9:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમારે માટે બચેલો શેષ રાખવાને પોતાના પવિત્રસ્થાનમાં શાંતિ આપવાને, અમારા પ્રભુ ઈશ્વર તરફથી કૃપા બતાવવામાં આવી છે. તે માટે કે ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે અને અમારા બંદીવાસમાંથી અમને નવજીવન બક્ષે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઈશ્વર, અમારા પ્રભુ, અત્યારે થોડા સમય માટે તમે અમારા પર કૃપા દર્શાવી હોવાથી અમારામાંથી થોડાને ગુલામીમાંથી બચાવી લીધા છે અને આ પવિત્રભૂમિમાં અમને આશ્રયસ્થાન મળ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમને અમારા બંધનમાં પણ નવજીવન બક્ષ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમારે માટે બચેલો શેષ રાખવાને, ને પોતાના પવિત્રસ્થાનમાં એક ખીલો અમને આપવાને, અમારા ઈશ્વર યહોવા તરફથી થોડીવાર સુધી કૃપા બતાવવામાં આવી છે, એ માટે કે અમારા ઈશ્વર અમારી આંખોને પ્રકાશિત કરે, ને અમારા બંદીવાસમાં અમને કંઈક નવજીવન બક્ષે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ ટૂંકા સમય માટે તમે, અમારા દેવે અમારા પર કૃપા કરીને અમારામાંથી કેટલાંકને ઉગારી લીધા છે અને આ પવિત્ર ભૂમિમાં અમને આશ્રયસ્થાન આપ્યું છે. તમે અમારી આંખોમાં તેજ આપ્યું છે અને અમારી ગુલામ દશામાં તમે અમારામાં નવા પ્રાણ પૂર્યા છે: