Galatians 1:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ અમે પહેલાં કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી કહું છું, કે જે સુવાર્તા તમે પ્રાપ્ત કરી, તે સિવાય બીજી સુવાર્તા જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે અગાઉ જણાવ્યું છે, અને હું હવે ફરી જણાવું છું: તમે સ્વીકારેલા શુભસંદેશ કરતાં કોઈ તમને જુદો શુભસંદેશ સંભળાવે, તો તેના પર શાપ ઉતરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ અમે અગાઉ કહ્યું હતું, તેમ હમણાં હું ફરીથી પણ કહું છું કે, જે સુવાર્તઅ તમે પામ્યા છો, તે વિના બીજી [સુવાર્તા] જો કોઈ તમને પ્રગટ કરે, તો તે શાપિત થાઓ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં અગાઉ પણ તમને આ કહેલું અને ફરીથી કહું છું: તમે સાચી સુવાર્તાને કયારની અપનાવી લીધી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને ઉદ્ધાર માટેનો જુદો રસ્તો બતાવે તો તે વ્યક્તિ શ્રાપિત થાઓ.