Galatians 2:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા (તેઓ ગમે તેવા હતા તેનાથી મને કંઈ ફરક પડતો નથી; ઈશ્વર માણસોની રીતે કોઈનો પક્ષપાત કરતા નથી) હા, જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા, તેઓએ મારી સુવાર્તામાં કંઈ પણ વધારો કર્યો નહિ;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રતિષ્ઠિત આગેવાનો તરીકે ગણાતા લોકોના દરજ્જાની મને કંઈ પડી છે એવું નથી, કારણ, ઈશ્વરની પાસે કંઈ ભેદભાવ નથી. પણ મારું કહેવું એ છે કે, હું જે શુભસંદેશ પ્રગટ કરું છું તેમાં તે આગેવાનોએ કંઈ વિશેષ ઉમેરવાનું ન હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જેઓ કેટલેક દરજજે પ્રતિષ્ઠિત ગણાતા હતા (તેઓ ગમે તેવા હતા, તેની મને કંઈ પરવા નથી; ઈશ્વર કોઈ માણસની શરમ રાખતા નથી)-હા, જેઓ પ્રતિષ્ઠિત ગણાતા હતા, તેઓના તરફથી મને કંઈ વધારે પ્રાપ્ત થયું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે લોકો જે મહત્વના દેખાતા હતા, તેઓએ હું જે સુવાર્તાનો ઉપદેશ આપતો હતો તેને બદલ્યો નહોતો. (તેઓ “મહત્વના” હતા કે નહિ તે મારે માટે કોઈ બાબત ન હતી. દેવ સમક્ષ સર્વ સમાન છે.)