Galatians 2:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તેથી વિરુધ્ધ, જયારે તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્નતીઓમાં (યહૂદીઓમાં) સુવાર્તાની સેવા સોંપાયેલી છે, તેમ મને બેસુન્નતીઓમાં (બિનયહૂદીઓમાં) એ સેવા સોંપાયેલી છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એથી ઊલટું, તેમને ખબર પડી કે, ઈશ્વરે જેમ યહૂદીઓને શુભસંદેશ પ્રગટ કરવાનું કાર્ય પિતરને સોંપ્યું હતું, તેમ બિનયહૂદીઓ મયે શુભસંદેશ પ્રગટ કરવાનું કાર્ય તેમણે મને સોંપ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ ઊલટું, જયારે તેઓએ જોયું કે જેમ પિતરને સુન્નતીઓને માટે સુવાર્તા સોંપેલી છે, તેમ મને બેસુન્નતીઓને માટે સોંપેલી છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ આ આગેવાનોએ જોયું કે પિતરની જેમ દેવે મને વિશિષ્ટ કાર્ય સોંપ્યું છે. યહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે પિતરને આપ્યું હતું. પરંતુ બિનયહૂદિઓને સુવાર્તા કહેવાનું કામ દેવે મને સોપ્યું હતું.