Galatians 3:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે જેટલાં નિયમશાસ્ત્રનાં કાર્યો કરનારા છે તેટલાં શાપ નીચે છે, કેમ કે એમ લખ્યું છે કે, 'નિયમશાસ્ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી જે પાલન કરતો નથી, તે શાપિત છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેઓ નિયમશાસ્ત્રને આધીન થવા પર આધાર રાખે છે તેઓ શાપિત છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે, “નિયમશાસ્ત્રમાં જે કંઈ લખેલું છે તે બધું જે હંમેશાં પાળતો નથી, તે ઈશ્વરના શાપ નીચે છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જેટલા નિયમની કરણીઓવાળા છે, તેટલા શાપ નીચે છે. કેમ કે એમ લખેલું છે, “નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જે આજ્ઞાઓ લખેલી છે તે બધી પાળવામાં જે કોઈ ટકી રહેતો નથી તે શાપિત છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યોગ્યતા પ્રાપ્ત કરવા જે લોકો નિયમોનો આધાર લે છે તેઓ શાપિત છે. શા માટે? કારણ કે પવિત્ર શાસ્ત્રો કહે છે કે, “જે દરેક વસ્તુ નિયમશાસ્ત્રમાં લખેલ છે, તે બધી જ વસ્તુઓ વ્યક્તિએ કરવી જોઈએ. જો તે કાયમ આજ્ઞાનું પાલન નહિ કરે તો તે શાપિત થશે.”