Galatians 3:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો હવે એ સ્પષ્ટ છે કે નિયમશાસ્ત્રથી ઈશ્વરની આગળ કોઈ પણ ન્યાયી ઠરતું નથી, કેમ કે 'ન્યાયી વિશ્વાસથી જીવશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ માણસ નિયમશાસ્ત્રની મારફતે ઈશ્વરની સમક્ષ સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી તે હવે સ્પષ્ટ છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવેલ વ્યક્તિ જીવશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો નિયમથી ઈશ્વરની આગળ કોઈ પણ માણસ ન્યાયી ઠરતું નથી એ ખુલ્લું છે. કેમકે, “ન્યાયી વિશ્વાસથી જીવશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી એ સ્પષ્ટ છે કે નિયમ દ્વારા કોઈ પણ વ્યક્તિ દેવને યોગ્ય બની શકે નહિ. પવિત્ર શાસ્ત્ર કહે છે કે, “જે વ્યક્તિ વિશ્વાસથી દેવને યોગ્ય છે તે વિશ્વાસથી જીવશે.”