Galatians 3:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે શું નિયમશાસ્ત્ર ઈશ્વરનાં આશાવચનોથી વિરુધ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ જો આપવામાં આવ્યો હોત, તો નિશ્ચે નિયમશાસ્ત્રથી ન્યાયીપણું મળત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું આનો અર્થ એવો થાય કે નિયમશાસ્ત્ર ઈશ્વરના વરદાનની વિરુદ્ધ છે? ના, એવું નથી. કારણ, જો નિયમની મારફતે માણસોને જીવન મળતું હોય તો નિયમની મારફતે માણસ ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શક્ત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે શું નિયમ ઈશ્વરનાં વચનોથી વિરુદ્ધ છે? કદી નહિ, કેમ કે જીવન આપી શકે એવો કોઈ નિયમ આપવામાં આવ્યો હોત, તો ખરેખર નિયમ [શાસ્‍ત્ર] થી ન્યાયીપણું મળત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શું આનો અર્થ એવો થાય કે નિયમ દેવનાં વચનોથી વિરુંદ્ધ છે? ના! જો એવો નિયમ હોત કે જે લોકોને જીવન બક્ષી શકે, તો નિયમને અનુસરવાથી આપણે યોગ્યતા પ્રાપ્ત કરી શકીએ.